તહવ્વુર રાણા ભારત પહોંચ્યો, હવે મેહુલ ચોકસીનો વારો...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરીને નાસતાફરતા હીરાના વેપારી મેહુલ ચોકસીની ધરપકડ કરી છે. એક સમયે ભારતના ઝવેરી બજારમાં જેના નામના સિક્કા પડતા હતા તેવા મેહુલ ચોકસી સામે દેશની જાહેર ક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે 13,850 કરોડ રૂપિયાનું ફ્રોડ આચરવાનો ગંભીર ગુનો નોંધાયો છે. અને છેલ્લા કેટલાય વર્ષોથી તે ભારત છોડીને નાસતો ફરે છે.

હિન્દુફોબિયા પર નિયંત્રણ માટે સ્કોટિશ પાર્લામેન્ટમાં ઠરાવ રજૂ કરાયો

સ્કોટિશ પાર્લામેન્ટના આલ્બા પાર્ટી મેમ્બરે હિન્દુફોબિયા પર નિયંત્રણ માટે સ્કોટલેન્ડમાં પહેલો સંસદીય ઠરાવ રજૂ કર્યો છે. એશ રીગન દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં સ્કોટિશ હિન્દુ સમુદાયના 16000 સભ્યો સામે વધતી નફરત, પક્ષપાત અને હાંસિયામાં ધકેલવાની વધતી...

સ્લાઉમાં મહિલાને કચડવાનો પ્રયાસ કરનાર ખુર્રમ હુસેનને 11 વર્ષની કેદ

પુત્રને હુમલામાંથી બચાવવા આવેલી માતાને કારથી કચડી નાખવાનો પ્રયાસ કરનારા સ્લાઉના ખુર્રમ હુસેનને રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા 11 વર્ષની કેદ ફટકારવામાં આવી છે.

ચાર ગુજરાતીના મૃત્યુના કેસમાં કોર્ટે નવી ટ્રાયલની અરજી નકારી

પટેલ પરિવારના ચાર સભ્યો કે જેઓ 2022માં કેનેડા-અમેરિકાની બોર્ડર પાર કરતી વેળા બર્ફીલા તોફાન દરમિયાન થીજીને મોતને ભેટ્યા હતાં તે કેસ હજુ પણ માનવ દાણચોરીના કેસોમાં કેન્દ્રસ્થાને છે. અમેરિકાની એક ફેડરલ કોર્ટે ગયા મંગળવારે આ ચાર લોકોના મોત સંદર્ભે...

કાઉન્સિલર આનંદ શાહની ધરપકડઃ ગેમ્બલિંગ નેટવર્કમાં સંડોવણીનો આરોપ

ન્યૂ જર્સી શહેરની પ્રોસ્પેક્ટ પાર્ક કાઉન્સિલમાંથી બે વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા ભારતવંશી આનંદ શાહની એક વિશાળ ગેરકાયદે ગેમ્બલિંગ નેટવર્કમાં સંડોવણી બદલ ધરપકડ કરાઇ છે. આ કૌભાંડમાં કુલ 39 લોકો સામે કૌભાંડ, જુગાર સંબંધિત ગુના, મની લોન્ડ્રીંગ...

ખાલિસ્તાની આતંકી હેપ્પી પાસિયા કેલિફોર્નિયામાં ઝડપાયો

ભારતમાં 16 કેસોમાં વોન્ટેડ આતંકવાદી હેપ્પી પાસિયા ઉર્ફે હરપ્રીત સિંહની અમેરિકામાં ધરપકડ કરાઇ છે. અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ હેપ્પીને કેલિફોર્નિયાના સેક્રામેંટો શહેરના બહારના વિસ્તારમાં દરોડો પાડી પકડયો છે. આ કાર્યવાહીમાં એફબીઆઈ સાથે અમેરિકન...

શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રઃ હવે યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં

ભારતની આગવી ઓળખ સમાન બે પ્રાચીન ગ્રંથો ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ અને ભરત મુનિ રચિત ‘નાટયશાસ્ત્ર’નો વર્લ્ડ હેરિટેજ (વૈશ્વિક ધરોહર)ના સંરક્ષણ સાથે જોડાયેલી સંસ્થા યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સમાવેશ કરાયો છે. આ વખતે 72 દેશો અને 4 આંતરરાષ્ટ્રીય...

ચોક્સીની ભારતવાપસી મુશ્કેલ છેઃ વ્હીસલ બ્લોઅર હરિપ્રસાદ

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વ્હીસલ બ્લોઅર હરિપ્રસાદના જણાવ્યા મુજબ મેહુલ ચોક્સીને પકડવામાં આવ્યા પછી પણ તેને ભારતમાં લાવવાનું કામ આસાન નથી. તેની પાસે અઢળક પૈસા છે. જેમ માલ્યા ભારતનાં પ્રત્યર્પણથી બચી રહ્યો છે તેમ ચોક્સી પણ છટકબારીઓ ગોતશે....

ડાયમંડ કેપિટલ એન્ટવર્પમાં રહેતો હતો ચોક્સી, બચવા માટે હવે યુરોપના સૌથી મોંઘા વકીલને રાખ્યા

ગીતાંજલિ જેમ્સનો માલિક મેહુલ ચોક્સી દુનિયાની ડાયમંડ કેપિટલ બેલ્જિયમના શહેર એન્ટવર્પમાં પત્ની પ્રીતિ અને દીકરી સાથે રહેતો હતો. એન્ટવર્પના પોશ વિસ્તાર ઈલેન્ચેના બિટવાઈનસ્ટ્રાટમાં ચોક્સીનું એપાર્ટમેન્ટ છે. પોતાની ધરપકડ અને પ્રત્યર્પણ સામે હવે ચોક્સીએ...

દવાથી નહીં, પણ ડાયેટ-એકસરસાઇઝથી વજન ઘટાડયું છે: કરણ જોહર

ફિલ્મ પ્રોડ્યૂસર કરણ જોહરે પોતાના અલગ દેખાવથી ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. તાજેતરમાં કરણના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં તે ખૂબ જ પાતળો દેખાતો હતો. આ પછી તેણે દવાઓ લઇને વજન ઘટાડ્યું હોવાની વાતો ફરતી થઇ હતી. જોકે હવે કરણે વજન ઘટાડવાના ઉપાયો...

‘કેસરી 2’માં અક્ષય કુમારનો કથકલી લુક

અભિનેતા અક્ષય કુમાર હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ને લઈને ચર્ચામાં છે ત્યારે આ સ્થિતિ વચ્ચે અક્ષય કુમારનો નવો લુક સામે આવ્યો છે જેમાં તે કથકલીના પોશાક અને હેવી મેક-અપમાં જોવા મળી રહ્યો છે.

ખાલિસ્તાની આતંકી હેપ્પી પાસિયા કેલિફોર્નિયામાં ઝડપાયો

ભારતમાં 16 કેસોમાં વોન્ટેડ આતંકવાદી હેપ્પી પાસિયા ઉર્ફે હરપ્રીત સિંહની અમેરિકામાં ધરપકડ કરાઇ છે. અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ હેપ્પીને કેલિફોર્નિયાના સેક્રામેંટો શહેરના બહારના વિસ્તારમાં દરોડો પાડી પકડયો છે. આ કાર્યવાહીમાં એફબીઆઈ સાથે અમેરિકન...

અક્ષરધામમાં કળા-સંસ્કૃતિ-અધ્યાત્મનો સંગમ નિહાળતો વેન્સ પરિવાર

ભારતની ચાર દિવસની પ્રથમ સત્તાવાર મુલાકાતે પધારેલા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સોમવારે પત્ની ઉષા અને ત્રણ સંતાનો ઇવાન, વિવેક અને મિરાબેલ સાથે પાટનગરની આગવી ઓળખસમાન વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાતે પધાર્યા હતા.

ક્રિસ્ટી કોવેન્ટ્રીઃ ઓલિમ્પિક કમિટીના વડાપદે ચૂંટાયા પ્રથમ મહિલા

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના વડા તરીકે ઝિમ્બાબ્વેના રમતગમત પ્રધાન ક્રિસ્ટી કોવેન્ટ્રી ચૂંટાયા છે. આ પ્રતિષ્ઠિત પદ માટે સાત સભ્યો રેસમાં હતા અને વોટિંગના અંતે કોવેન્ટ્રી વૈશ્વિક સંસ્થાના વડા ચૂંટાયા હતા. આ સાથે જ તેઓ આઈઓસીના સર્વોચ્ચ પદે...

અથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલના ત્યાં લક્ષ્મીજી પધાર્યા

ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ  અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે. 

ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ ફ્રાન્સિસનું પરમ ધામ ગમન

ઇતિહાસના પ્રથમ લેટિન અમેરિકન પોન્ટિફ અને ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું ઇસ્ટર મન્ડેના પવિત્ર દિવસે નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. પોપ ફ્રાન્સિસે વેટિકનના કાસા સાંત માર્ટા ખાતે સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર ફેલાતાં જ...

પોપ ફ્રાન્સિસને મહંત સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ

કેથોલિક ક્રિશ્ચિયન કોમ્યુનિટીના ધાર્મિક વડા પોપ ફ્રાન્સિસના નિધન પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દિલસોજી અને પ્રાર્થના વ્યક્ત કરતો શોકસંદેશ પાઠવ્યો હતો.મહંત સ્વામી મહારાજના દિલસોજીના પત્ર ઉપરાંત, અબુ...

પર્સનાલિટીને નિખારતાં પેસ્ટલ કલર આઉટફિટ

સહુ કોઇ નાનાં-મોટાં ફંક્શનમાં સ્ટાઈલિશ દેખાવા કંઈક ડિફરન્ટ પહેરવાનું પસંદ કરતાં હોય છે. આવી પસંદગીમાં આજકાલ પેસ્ટલ રંગોનાં આઉટફિટનો ક્રેઝ વધી રહ્યો છે.

સિનેમાની પ્રથમ ગ્લેરમસ ગર્લ : સુરૈયા

તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, મૈં તેરા રાગ તૂ મેરી રાગિની.. આ ગીત સાંભળ્યું છે ને? ૧૯૪૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘દિલ્લગી’નું સુરૈયાએ સૂરીલા સ્વરે ગાયેલું આ કર્ણપ્રિય ગીત આજે પણ ખૂબ લોકપ્રિય છે. ઉપરાંત ‘પ્યાર કી જીત’નું ‘ઓ દૂર જાનેવાલે..’ અને...

સત્યયુગની આદિતિથિ અક્ષયતૃતીયા

વૈશાખના શુકલ પક્ષની ત્રીજ (આ વર્ષે 30 એપ્રિલ) લોકબોલીમાં ‘અખાત્રીજ’ તરીકે ઓળખાય છે. ખરેખર તો મૂળ સંસ્કૃત શબ્દ ‘અક્ષયતૃતીયા’ છે. અખાત્રીજ એ ચાર યુગ પૈકી પહેલા સત્યયુગનો પહેલો દિવસ ગણાય છે. તેથી તે યુગાદિ તિથિ કહેવાય છે. આનો અર્થ એ થયો કે ભારતીય...

700 ટ્રિલિયન માઈલના અતરે અન્ય ગ્રહ પર જીવન ધબકતું હોવાના વિશ્વસનીય સંકેતો

ભગવદ્ ગીતાના 11મા અધ્યાય વિશ્વરૂપદર્શનમાં ભગવાન કૃષ્ણ પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવે છે ત્યારે ભગવાનના મુખમાં અસંખ્ય બ્રહ્માંડ, તારા, સૂર્ય અને ગ્રહોનો વ્યાપ નિહાળીને અર્જૂન સ્તબ્ધ બની જાય છે. આ જ્ઞાન સનાતન ધર્મમાં છે કે આજે આપણે એલિયન્સ કે પરગ્રહવાસી...



to the free, weekly Gujarat Samachar email newsletter