ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તરત જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. ગુજસેલ ખાતે મંગળવારે બંધબારણે યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં 25 લોકસભા અને વિધાનસભાના 5 મતક્ષેત્ર પર યોજનારા મતદાન અંગે સમીક્ષા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
નરેન્દ્ર મોદી રાત્રે નવેક વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા તે પહલા આઠ વાગ્યે ગૃહમંત્રી અમિત શાહે ઉતરાણ કર્યું હતું. જો કે, અમિત શાહ એરપોર્ટથી સીધા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાને આવ્યા બાદ પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે 30 મિનિટ સુધી બેઠક કરી હતી. કહેવાય છે કે, ચૂંટણી અંગેની તૈયારી, મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માઇક્રો લેવલ મૅનેજમેન્ટ અંગે વડાપ્રધાને સમીક્ષા કરી હોઈ શકે.