અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના આગલા દિવસે દિલ્હીની જેમ 50 વધુ સ્કૂલમાં સોમવાર વહેલી સવારે ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા, જેમાં ધમકી હતી કે, ‘તમારા જીવનને લોહિયાળ નદીમાં ફેરવીશું.' અમદાવાદની 50 સ્કૂલોમાં ઈ-મેઇલ મળતાં જ પોલીસ તપાસમાં લાગી હતી. પોલીસ અધિકારીઓની ટીમોએ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ કંઈ ન મળતાં હાશકારો અનુભવ્યો હતો.