અમદાવાદઃ હાઇકોર્ટની સામે આવેલા સત્યમેવ બિલ્ડિંગની નીચે આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઈ 2010એ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સીબીઆઇ કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિતના આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે સીબીઆઇ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાયો હતો, જેમાં જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ વી.કે. વ્યાસની ખંડપીઠે સીબીઆઇ કોર્ટના ચુકાદાને રદ કરીને દિનુ સોલંકી સહિતના લોકોને નિર્દોષ છોડી મૂક્યા છે.