આ છે મારી ઓળખાણ

કવિતા

- કવિ સાવન પોપટ (ગુજરાતી અનુવાદ – અનિલા મિસ્ત્રી) Friday 10th May 2024 06:41 EDT
 
 

આ છે મારી ઓળખાણ
કવિઃ સાવન પોપટ (ઉ.વ.13)
(ગુજરાતી અનુવાદ – અનિલા મિસ્ત્રી)

હું તોફાનમાં આશ્વાસન છું,
અંધારામાં પ્રકાશ છું.
પહાડોનો પડઘો અને વૃક્ષોની સુસવાટ.
સવારે સૂર્યોદય અને રાત્રે ચંદ્રપ્રકાશ.
આ હું છું...
હું લખવા માટેની વાર્તા છું,
કોતરવા માટેનું શિલ્પ છું.
ભૂતકાળની સ્મૃતિ અને ભવિષ્યનું વચન.
એક કેનવાસ દોરવાનું છે
અને એક સ્વપ્ન જોવાનું છે.
આ હું છું...
હું સિંહની હિંમત છું,
કબૂતરની શાંતિ છું.
ઘુવડનું શાણપણ,
હંસની સુંદરતા.
ડોલ્ફિનની રમતિયાળપણું
અને કૂતરાની વફાદારી.
આ હું છું...
હું પ્રકૃતિની સંવાદિતા છું.
કલાની પ્રેરણા. મૌનની ધૂન.
આ હું છું...


    comments powered by Disqus