એક સમયે ધમધમતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો માઠો સમય

Wednesday 08th May 2024 07:01 EDT
 
 

મોરબીઃ મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે ઇન્કમટેક્સની કલમ 43 બી (એચ)ને કારણે 45 દિવસમાં પેમેન્ટની જોગવાઈને પગલે મરણ પથારીએ પડેલા મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો ખરાબ સમય શરૂ થયો છે, હજારો મહિલાઓને રોજગારી આપતા ઘડિયાળ ઉદ્યોગમાં હાલ 65 ટકા પ્રોડક્શન ઘટી ગયું હોવાનું સામે આવ્યું છે. વિશ્વભરમાં નામના મેળવનારા મોરબી શહેરના ઘડિયાળ ઉદ્યોગની માઠી દશા બેઠી છે, દીવાલ ઘડિયાળના ઉત્પાદનમાં દેશમાં 75% ફાળો આપતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગને હાલમાં મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોરબીના ઘડિયાળ ઉત્પાદકો વર્તમાન મંદી અને કટોકટીની આ સ્થિતિ માટે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 43B(એચ)ને જવાબદાર માની રહ્યા છે, આ જોગવાઈ મુજબ ફરજિયાત 45 દિવસમાં ચુકવણી કરવાનો નિયમ છે. આ નવી જોગવાઈને કારણે ખરીદારો ઓર્ડર આપવા માટે આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેઓ 45 દિવસમાં ચુકવણી કરી શકશે નહીં.


comments powered by Disqus