વડોદરાઃ એમએસયુના વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ સહિત અન્ય 19 કુલપતિને ‘કર્નલ’ નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ દરજ્જો આપવા પાછળ મુખ્ય હેતુ શૈક્ષણિક સંસ્થાઓ અને રાષ્ટ્રના સંરક્ષણ માળખા વચ્ચેના વ્યૂહાત્મક જોડાણનો છે. આ દરજ્જા થકી યુનિવર્સિટીમાંથી એનસીસીમાં જોડાનારા વિદ્યાર્થીઓ રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ નૈતિક રીતે નિભાવે તે અંગેનું માર્ગદર્શન મળી રહે તે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કર્નલ તરીકે વીસી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, શિસ્ત, દેશભક્તિના મૂલ્યોને એકીકૃત કરવાના મહત્ત્વ પર ભાર મૂકી શકે છે.