ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીએ સહયોગીની જ હત્યા કરી

Wednesday 08th May 2024 07:51 EDT
 
 

નવી દિલ્હીઃ હરિયાણાના કરનાલના 22 વર્ષીય એમટેક સ્ટુડન્ટ નવજીત સંધુની ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચેના વિવાદ દરમ્યાન છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ ઘટનામાં સામેલ ભારતીય મૂળના બે ભાઈઓને શોધી રહી છે. આ બંને પણ કરનાલના હોવાનું માનવામાં આવે છે. ભાડા અંગેના વિવાદમાં દરમ્યાનગીરી કરવાનો પ્રયાસ કરતી વખતે સંધુ પર અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. હુમલો કર્યા પછી શકમંદો છટકી ગયા હતા. હુમલામાં અન્ય વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત થયા. મેલબર્નના દક્ષિણપૂવ વિસ્તાર, ઓરમન્ડમાં ભારતીય વિદ્યાર્થી નવજીત તેના મિત્રના ઘરે એક વિવાદમાં દરમ્યાનગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના પર કથિત હુમલાખોર દ્વારા ચાકુથી છાતીમાં વાર કરાયો હતો. વિદ્યાર્થીઓ વચ્ચે ભાડા બાબતે વિવાદ થયાનું મનાય છે.


comments powered by Disqus