કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો

Wednesday 08th May 2024 07:02 EDT
 
airforce
 

શ્રીનગરઃ કાશ્મીરના પૂંછમાં શનિવારે સાંજે એરફોર્સના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં 5 જવાનો ઘાયલ થયા હતા. પૂંછમાં સુરનકોટ નજીકના સનાઈ નામના ગામ પાસે ઘટના બની હતી. હુમલા બાદ આર્મી અને પોલીસે સમગ્ર વિસ્તારને કૉર્ડન કરીને આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી છે. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને ઉધમપુરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ જવાનોમાં બેની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું. જ્યાં હુમલો થયો છે એ વિસ્તાર અનંતનાગ-રાજૌરી લોકસભા વિસ્તારમાં આવે છે.


comments powered by Disqus