અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે તો કોઈ મુસ્લિમ મહિલા લોકસભા ચૂંટણીમાં જીતે એ વિચાર પણ થઈ શકતો નથી. જો કે 1962ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી એક મુસ્લિમ મહિલા લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યાં હતાં. આ મહિલા સાંસદનું નામ ઝોહરાબહેન ચાવડા છે. બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસથી ચૂંટાયેલાં ઝોહરા અકબરઅલી ચાવડા ગુજરાતથી લોકસભાની ચૂંટણી જીતનારાં એકમાત્ર મુસ્લિમ મહિલા છે. ઝોહરાબહેને સ્વતંત્ર પાર્ટીના કનૈયાલાલ મહેતાને 54,956 મતે હાર આપી હતી.