ટોક્યોઃ જાપાનના ઓસાકામાં કન્સાઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકની 1994માં શરૂઆત કરવામાં આવી હતી. આ વિમાનીમથકના 30 વર્ષના ઇતિહાસમાં એક પણ બેગ હજુ સુધી ખોવાઇ નથી. ખાસ બાબત એ છે કે આ વિમાનીમથક પરથી વાર્ષિક બે કરોડથી ત્રણ કરોડ લોકો યાત્રા કરે છે. કન્સાઈ વિમાનીમથકે વર્ષ 2023માં આશરે એક કરોડ બેગ સોંપી છે. વિમાનીમથક દ્વારા 30 વર્ષની સાથે સાથે આ સિદ્ધિની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિમાનીમથકને કેટલાક પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 2024ના વર્ષમાં બેગેજ ડિલિવરી માટે દુનિયાનાં શ્રેષ્ઠ વિમાનીમથક તરીકેનો એવોર્ડ જીત્યો હતો. સ્કાઈટ્રેક્સ પુરસ્કાર મળ્યા બાદ એરપોર્ટ સાથે જોડાયેલા લોકો વધારે સારી કામગીરી અદા કરવા માટે ઉત્સુક બન્યા છે.