સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા સહિત ન્યૂઝ ચેનલના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપવાના કેસમાં ડીસીબીએ કઠોર રહેતા મૌલવી મહંમદ સોહેલની ધરપકડ કરી છે.
આ મામલે પાકિસ્તાન અને નેપાળના મોબાઇલ ફોન દ્વારા કોલ આવતાં તપાસનો રેલો સુરત સુધી પહોંચ્યો હતો. પકડાયેલો મૌલવી દોઢ વર્ષથી પાકિસ્તાનના ડોગર અને શહેનાઝ સાથે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. તેણે પાકિસ્તાનથી ઘાતક હથિયાર પણ મંગાવ્યું હતું. ડોગર અને શેહનાઝે રૂ. 1 કરોડમાં નેતાઓની હત્યાની સોપારી આપી હતી. હિન્દુ નેતાને હત્યાની ધમકી અંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વિદેશથી આવતા કોલને ટ્રેસ કરતાં પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે મૌલવી મહંમદ સોહેલ અબુબકર ટિમોલની શંકાસ્પદ વર્તણૂકને કારણે પગેરું દબાવીને ડીસીબીએ ઝડપી લીધો હતો.