ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001માં ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેનાં 23 વર્ષના કાર્યકાળ દરમિયાનનાં વિકાસકાર્યોને લઈ ગુજરાત સરકાર 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છેે.
15 ઓક્ટોબર સુધીના કાર્યક્રમો
• સપ્તાહમાં 3500 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
• 23 આઇકોનિક પ્લેસ પર વિકાસ પદયાત્રા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો
• સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, સુરત ડાયમન્ડ બુર્સ, નડાબેટ, પાવાગઢ, સ્મૃતિવન, અંબાજી, દ્વારકા અને પાલ દઢવાવના આદિવાસી સ્થળોએ વિકાસ પદયાત્રા યોજાશે.
• શાળા-કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધા પણ યોજાશે.
• લોકોની સહભાગિતા માટે ભારત વિકાસ પ્રતીજ્ઞા પણ લેવડાવાશે.
• જાહેર સ્થળોની દીવાલો પર વોલ પેઇન્ટિંગથી વિકાસયાત્રાની ઝાંખી પ્રસ્તુત કરાશે.
• મહત્ત્વપૂર્ણ વિકાસ સ્થળોએ સુશોભન અને લાઇટિંગ કરાશે.
• રાજ્ય સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ તથા પોષણ અને આરોગ્ય દિવસની ઉજવણી કરાશે.
• એકંદરે હવે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત બનાવવાનું લક્ષ્ય સિદ્ધ કરવાની પ્રતિબદ્ધતા ઉજવણી દરમિયાન વ્યક્ત કરાશે.
• સોશિયલ મીડિયામાં પણ પીએમ મોદીના શાસનની સિદ્ધિ મુકાશે