બારડોલીઃ સુરત જિલ્લામાં ફરી એકવાર ડુપ્લિકેટ અધિકારીનું ભૂત ધૂણ્યું છે. કામરેજનો પ્રદીપ પટેલ ડુપ્લિકેટ આઇપીએસ અધિકારી બની લોકોને ફસાવતો હતો. તેણે ગુજરાત સરકારની પ્રવાસન વિભાગની તોરણ હોટેલનો કોન્ટ્રાક્ટ મેળવી ભાગીદારી આપવાના બહાને બે યુવક સાથે રૂ. 30.21 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. મહારાષ્ટ્રના બિલ્ડરે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં હોટેલ સંચાલકે પણ ફરિયાદ નોંધાવી છે. આરોપી છેલ્લાં 4 વર્ષથી નકલી આઇકાર્ડના આધારે લોકોને ફસાવતો હતો.
ભાગીદારીની ઓફર કરી ઠગાઈ
મહારાષ્ટ્રના સાંગલીના બિલ્ડર સમીર જમાદાર સાથે પ્રદીપ પટેલે ગુજરાત ટૂરિઝમની તોરણ માટે રૂ. 23 લાખની ઠગાઈ કરી હતી. આ ઉપરાંત કૌશિક ગજેરા નામના વેપારી પાસેથી પણ આઇપીએસ હોવાનો દાવો કરી રૂ. 20.50 લાખ પાસેથી મેળવી ઠગાઈ કરી હતી.