બેંગલૂરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સરકારી જમીન મામલામાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસને મંજૂરી આપી હતી. જેને પગલે સિદ્ધારમૈયા દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરાઈ હતી, કર્ણાટક હાઇકોર્ટે હાલ સિદ્ધારમૈયા સામે કાર્યવાહી પર સ્ટે મૂકી દીધો છે. આ મામલે હવેની સુનાવણી 29 ઓગસ્ટે કરાવામાં આવશે.
સિદ્ધારમૈયાનો કેસ કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી લડી રહ્યા છે. સિંઘવીએ હાઇકોર્ટમાં એવી દલીલ કરી હતી કે, રાજ્યપાલે પક્ષપાત રાખીને આ મામલામાં સિદ્ધારમૈયા સામે કાર્યવાહી ચલાવવા આદેશ આપ્યો છે, કર્ણાટકમાં લોકશાહીથી ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.