16 ઓક્ટોબરથી ગીર સફારી પાર્ક શરૂ થવાના પ્રથમ દિવસે જ સિંહબાળ પાણી પીવા માટે આવતું નજરે પડ્યું હતું, જેની પ્રતિબિંબ પાણીમાં પડતું હોય તેવી તસવીર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ડો. કરીમ કડીવારે લીધી હતી. આ તસવીરથી લાગી રહ્યું છે, જાણે સિંહબાળ કહી રહ્યું છે, ‘આ મારો વિસ્તાર છે અહીં જળ અને સ્થળ પર હું જ સર્વસ્વ છું.’