સુરતઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર સંઘચાલક મોહન ભાગવત સુરતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. જૈન આચાર્ય મહાશ્રમણની મુલાકાત કરી એક કાર્યક્રમમાં સનાતન ધર્મની તેમજ ભારતીય સંસ્કૃતિનાં મૂળ અંગેની ચર્ચા કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ભારતે ક્યારેય યુદ્ધની સ્થિતિ ઊભી કરવાની ચેષ્ટા કરી નથી. આપણે માર ખાતા નથી અને કોઈને મારતા પણ નથી.
મોહન ભાગવતે પાકિસ્તાનનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભારતનો મૂળ સ્વભાવ અને સંસ્કૃતિ અલગ છે. જ્યારે કારગિલ દરમિયાન પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો ત્યારે માત્ર બોર્ડર પર જ લડાઈ લડી હતી. સેનાને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે બોર્ડર ક્રોસ કરવાની જરૂર નથી.