ગાંધીનગરઃ રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલા વરસાદના કારણે ખેતીને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનને લઈ રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલાં જ રાહત પેકેજની જાહેરાત કરાશે.
રાજ્યમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના કહ્યા પ્રમાણે પાકની લણણી કરવાની તૈયારી હતી, આવા સમયે જ વરસાદ પડતાં ખેતરમાં ઊભા અને લણણી કરાયેલા પાકને નુકસાન પહોંચ્યું છે. કેટલાક ખેડૂતોએ જણાવ્યું કે, મગફળીનો પાક ખેતરમાં પડ્યો હતો, એટલે મગફળી પલળી ગઈ અને તણાઈ ગઈ. દિવાળી પહેલાં મળનારી કેબિનેટની બેઠકમાં રાહત જાહેર કરાઈ શકે છે.