ભરૂચઃ અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીથી ઝડપાયેલા રૂ. 5000 કરોડના ડ્રગ્સનું વિદેશી કનેક્શન સામે આવ્યું છે. માફિયાઓએ દક્ષિણ અમેરિકાના દેશોમાંથી 1,300 કિલોથી વધુ ડ્રગ્સને પૂણેની બોગસ કંપની મારફતે અંકલેશ્વરમાં પ્રોસેસિંગ માટે મોકલ્યું હતું. 1,300 કિલોમાંથી આવકાર કંપનીના સંચાલકોએ 1200 કિલોથી વધુ ડ્રગ્સ પ્રોસેસ કરીને આપી દેતાં તેને દિલ્હી પહોંચાડી દેવાયું હતું. બાકીના ડ્રગ્સની પ્રોસેસ ચાલી રહી હતી. આ ડ્રગ્સને ફાર્માસ્યુટિકલ પાવડર નામે દિલ્હી પહોંચાડાતું હતું. આ ડ્રગ્સ કયા રૂટથી અંકલેશ્વર પહોંચ્યું તેની તપાસ થઈ રહી છે.