પોરબંદર: પોરબંદરમાં આગામી 18થી 20 નવેમ્બર દરમિયાન 3 દિવસ સુધી ચોપાટી ખાતે સેનાની ત્રણેય પાંખો દ્વારા સંયુક્ત દિલધડક કવાયત યોજવાનું આયોજન કરાયું હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતીય લશ્કરની ત્રણેય પાંખ નેવી, આર્મી અને એરફોર્સ દ્વારા આગામી નવેમ્બરમાં પોરબંદરમાં ચોપાટી દરિયાકાંઠે દિલધડક કવાયત યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આગામી 18થી 20 નવેમ્બર ત્રણ દિવસ સુધી પોરબંદર ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ દ્વારા સંયુક્ત એક્સરસાઇઝ કરાશે. જેમાં રક્ષામંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી શકે છે.