ભાદરણઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનનાં 23 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે ભાદરણમાં ગ્રામસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિવાય નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, સરપંચ ઉદયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસંવાદ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રીને અનેક પ્રશ્નો પૂછવા સાથે અનેક મુદ્દે ચર્ચા કરાઈ. આ સાથે જ ભાદરણમાં સુએજ સિસ્ટમ માટે પ્લાન્ટ માટે ગ્રાન્ટ મંજૂર કરવાની બાંયધરી લીધી હતી. મુખ્યમંત્રીએ લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપી તેના લાભ અપાવવા તૈયારી દર્શાવી હતી.