ટ્રુડોએ સ્વીકાર્યું છે કે, ખાલિસ્તાની આતંકી નિઝ્ઝરની હત્યામાં ભારતીય એજન્ટ્સની સંડોવણીનો અંગે માત્ર ગુપ્ત માહિતી હતી, કોઈ નક્કર પુરાવા નહોતા.
• પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટ પર સરકારનો કબજોઃ પકિસ્તાને સોમવારે ચીફ જસ્ટિસનો કાર્યકાળ 3 વર્ષ સુધી મર્યાદિત કર્યો, આ બંધારણને ઝરદારીએ મંજૂરી આપી હતી.
• પાકિસ્તાનમાં 64 વર્ષથી બંધ હિન્દુ મંદિરનું પુનઃ નિર્માણઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના 64 વર્ષથી બંધ એક હિન્દુ મંદિરના પુનઃ નિર્માણ માટે એક કરોડ પાકિસ્તાની રૂપિયાની ફાળવણી કરાઈ છે.
• યુક્રેને રશિયાના ડિફેન્સ હબને નિશાન બનાવ્યુંઃ યુક્રેને રશિયા પર 100થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યો હતો. રશિયન એર ડિફેન્સે જણાવ્યું કે, રવિવારે રશિયાના પશ્ચિમી વિસ્તારોમાં 100થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યાં હતાં.
• ઇઝરાયલ ઇરાન પર કરશે હુમલોઃ ડોક્યુમેન્ટ લીકઃ નેતન્યાહુએ ગાઝા, લેબનોન પછી હવે ઇરાન સાથે યુદ્ધની તૈયારી શરૂ કરી છે. જેના ડોક્યુમેન્ટ પેન્ટાગોનથી લીક થતાં હોબાળો મચ્યો છે.
• કેમ્પસમાં રેપની અફવાથી પાકિસ્તાન વિદ્યાર્થીઓ વિફર્યાઃ લાહોરમાં કોલેજ કેમ્પસમાં એક વિદ્યાર્થિની પર થયેલા બળાત્કારની અફવા ફેલાતાં વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને લાહોર યુનિવર્સિટીની કોલેજમાં બારી-બારણાં અને ફર્નિચરને આગ લગાવી દીધી હતી.