આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વડીલોની વધતી વસ્તીથી ચિંતિત થઈ ‘બચ્ચે બઢાઓ' યોજના લાવવાની તૈયારી કરી રહ્યા છે.
• ભારત ટેકન ફોર ગ્રાન્ટેડ સંબંધો નથી બનાવતુંઃ નરેન્દ્ર મોદીએ એક સમિટમાં જણાવ્યું કે, ભારત ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ સંબંધો નથી બનાવતું. ભારતના સંબંધોનો પાયો ભરોસો અને વિશ્વસનીયતા પર ટકેલો છે.
• મહારાષ્ટ્રમાં મહાયુતિની બેઠક વહેંચણી નક્કીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ પૈકી ભાજપ 156 બેઠક, એકનાથ શિંદેની શિવસેના 78થી 80 અને અજિત પવારની એનસીપી 53થી 54 બેઠકો પર લડશે.
• મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ મોટોભાઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાવિકાસ અઘાડી પૈકી કોંગ્રેસ સૌથી વધુ 105થી 110 બેઠકો પર ઉમેદવાર ઉતારશે. આ સિવાય શિવસેના-યુબીટી 90થી 95, એનસીપી (શરદ પવાર જૂથ) 75થી 80 બેઠક પર ઉમેદવાર ઉતારશે.
• જમ્મુની ટનલમાં આતંકીઓનું ફાયરિંગઃ ગાંદરબલમાં રવિવારે લશ્કર-એ-તૈયબાના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સે આતંકી હુમલો કર્યો, જેમાં કુલ 7 લોકોનાં મોત થયાં.
• દિલ્હીની સીઆરપીએફ સ્કૂલ પાસે બ્લાસ્ટઃ રોહિણી સેક્ટર-14માં સીઆરપીએફ સ્કૂલ પાસે એકાએક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટની જવાબદારી ખાલિસ્તાનીઓ દ્વારા લેવામાં આવી છે. બોમ્બને કચરો નાખી ઢાંકી દેવાયો હતો.
• ભારતની ડિજિટલ ક્રાંતિ દુનિયા માટે મિસાલઃ નોબેલ પ્રાઇઝ વિજેતા ઇકોનોમિસ્ટ પ્રોફેસર પોલ માઇકલે ભારતની પ્રશંસા કરતાં કહ્યું, ડિજિટલ માધ્યમથી મોદી સરકારે લોકોના જીવનને સરળ બનાવી મિસાલ રજૂ કરી છે.
• મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 4 નક્સલીનો ખાતમોઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના સીમા નજીકના વિસ્તાર ભામરાગઢ તાલુકામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે સોમવારે અથડામણ થઈ. આ અથડામણમાં સુરક્ષા દળોએ 4 નક્સલીને ઠાર માર્યા છે.