અમદાવાદઃ ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે તેના શરૂ થવાની ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં કેન્દ્રીય રેલવે અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે વિવિધ સ્ટેશનના નિર્માણમાં ઘણી પ્રગતિ થઈ છે અને અમે 2026 માં તૈયાર થનારા પ્રથમ ફેઝમાંમાં પ્રથમ ટ્રેન ચલાવવા માટે તૈયાર થઈશું. આ દરમિયાન એક આરટીઆઇમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ ફેઝના પ્રોજેક્ટ બાદ તેની તારીખ વિશે જાણવા મળશે.