મહેસાણાઃ બહુચરાજી એસટી ડેપો સંચાલિત બપોરની બહુચરાજી- મહેસાણા રૂટની બસનાં કંડક્ટર નેહાબહેન સેનવાને રૂ. 3 લાખનો ચાર તોલા સોનાનો સેટ મળી આવ્યો હતો. જે મુસાફરને પરત કરી પ્રામાણિકતાનાં દર્શન કરાવ્યાં હતાં. બહુચરાજી તાલુકાના આદીવાડા ગામના પટેલ હાર્દિકભાઈ અમૃતલાલ 26 એપ્રિલે બહુચરાજી-મહેસાણા રૂટની બસમાં બેસી મહેસાણા ખાતે મોઢેરા ચોકડી ઉતર્યા હતા. આ દરમિયાન તેમની પાસે રહેલી થેલી બસમાં જ ભૂલી ગયા હતા. આ થેલીમાં અંદાજે રૂ. ત્રણ લાખની કિંમતનો ચાર તોલા સોનાનો સેટ હતો, જે સેટ ફરજ પરનાં કંડક્ટર નેહાબહેન સેનવાને મળી આવ્યો હતો. કંડક્ટરે તેમને મળી આવેલો સોનાનો સેટ ડેપોમાં જમા કરાવ્યો હતો.