ભુજઃ કચ્છની 6 અને મોરબીની 1 મળી 7 વિધાનસભા ક્ષેત્ર ધરાવતી કચ્છ લોકસભા બેઠક પર ભાજપે બે વખતના સાંસદ વિનોદ ચાવડાને ત્રીજી વખત મેદાને ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસના યુવા ઉમેદવાર નીતિશ લાલન મતદારો પર કેટલો પ્રભાવ પાડી શકે તે જોવું રહ્યું.
છેલ્લાં 28 વર્ષથી કોંગ્રેસને આ બેઠક પર સફળતા મળી નથી. જાતિગત સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર મુસ્લિમ, ક્ષત્રિય અને દલિત મતદાતાઓનો પ્રભાવ સૌથી વધુ છે. કચ્છમાં સાંસદથી સરપંચ સુધી ભાજપનો જ દબદબો છે, લોકસભા, 6 વિધાનસભા, જિલ્લા પંચાયત, દસે-દસ તાલુકા પંચાયત બધે જ ભાજપનું એકહથ્થું શાસન છે, ત્યારે કોંગ્રેસનો નવો ચહેરો બિનપ્રભાવી દેખાય છે.