રાજ્યભરમાં પાટીદાર અનામત આંદોલન છેડનારી પાટીદાર અનામત આંદોલન સમિતિના છેલ્લા બે નેતા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા પણ શનિવારે ભાજપમાં જોડાઈ ગયા હતા. મોડી સાંજે સુરતમાં વરાછા મિની બજાર ક્રાંતિ મેદાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં બંને પાસ અગ્રણીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા.