અમદાવાદઃ મૂળ અમદાવાદના પણ કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા મેહુલ પ્રજાપતિ અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ગેરસમજણ અને ભારતીય નાગરિકો વિરુદ્ધની સ્થાનિક લાગણીનો ભોગ બન્યો છે. મેહુલ રૂમમાંથી બહાર નથી નીકળ્યો, કોલેજમાં હાજરી નથી આપતો અને મેન્ટલ કાઉન્સેલિંગ હેઠળ છે. વિદ્યાર્થીને મફત રાશન કેવી રીતે મળે એવી સલાહના વીડિયોમાં મેહુલ દોષિત ઠરી ગયો.
કેનેડામાં મોંઘવારી, નોકરીની અછતના કારણે વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ અને નોકરી વાંચ્છુકોની હાલત કફોડી છે. ભારત કરતાં જીવનધોરણ ઊંચું હોવાથી ભારતીયોની તકલીફ વધારે છે. આ સમયે કોલેજ, યુનિવર્સિટીએ શરૂ કરેલી મફત ફૂડ અને જરૂરી ચીજોનો લાભ મેળવવા અંગે વીડિયો પોસ્ટ કર્યો હતો.