રાજકોટઃ ગુજરાતમાં 7 મેએ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. એ પહેલાં હવે રાજકોટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાદને ચૂંટણીપંચે નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે પરસોતમ રૂપાલા અને પરેશ ધાનાણી પાસેથી ચૂંટણી ખર્ચની વિગતો માગી હતી. બંને ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતાં ચૂંટણીપંચે તેમને નોટિસ ફટકારી છે. આશ્ચર્યની વાત એ છે કે, 7 અપક્ષ ઉમેદવારે પોતાનો સમગ્ર ખર્ચ રજૂ કરી દીધો છે.