યુકેમાં સ્કીન કેન્સર માટે વિશ્વની સૌપ્રથમ વેક્સિનની ટ્રાયલનો પ્રારંભ કરાયો

Tuesday 30th April 2024 11:48 EDT
 

લંડનઃ મેલાનોમા નામના ઘાતકી સ્કીન કેન્સરની વિશ્વની સૌપ્રથમ એમઆરએનએ વેક્સિનની મહત્વની ક્લિનિકલ ટ્રાયલ યુકેમાં શરૂ કરાઇ છે. ગયા ઓગસ્ટ માસમાં મેલાનોમાથી પીડિત 52 વર્ષીય સ્ટીવ યંગને આ વેક્સિનનો પ્રથમ શોટ અપાયો છે. આ રસી એવી રીતે તૈયાર કરાઇ છે કે તે યંગની ઇમ્યુન સિસ્ટમની ઓળખ કરીને કેન્સરના કોષોનો નાશ કરશે. તેનો અર્થ એ થયો કે તેને ફરી કેન્સર થશે નહીં.

આ રસી કોરોનાની રસીની ટેકનોલોજીના આધારે જ કામ કરે છે અને તેની અંતિમ તબક્કાની ટ્રાયલ શરૂ કરાઇ છે. આ વેક્સિન દરેક દર્દીની જરૂરીયાતના આધારે તૈયાર કરવામાં આવશે.


    comments powered by Disqus