લખપતનાં પ્રવાસન સ્થળોને સજાવાશે

Wednesday 01st May 2024 05:28 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે હવે નવા આયામો પર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોથી માંડીને વિવિધ ઐતિહાસિક અને મોટા પ્રોજેક્ટ પર લાઇટિંગનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે. કચ્છની પાકિસ્તાન સાથેની બોર્ડર પર સરહદના વૈભવી ઇતિહાસ ધરાવતા લખપતના કિલ્લાને ફરી જૂની જાહોજલાલી પરત આપવા શરૂઆત કરાઈ  છે, તેના ભાગરૂપે અહીં લાઇટિંગનું કામ થઈ રહ્યું છે.


comments powered by Disqus