ગોધરાઃ પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના પ્રચારાર્થે ગોધરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભા યોજાઈ હતી.
અમિત શાહે જણાવ્યુ કે, અયોધ્યામાં ભગવાન રામલલ્લાના મંદિર નિર્માણ માટે ગોધરા રેલવે સ્ટેશન પર 60 હુતાત્માએ જે બલિદાન આપ્યું છે તેમને હું નમન કરું છું. ભાજપ સરકારે ગરીબો, આદિવાસી અને ઓબીસીના સુખાકારી માટે કાર્યરત્ છે.
કોંગ્રેસને તેના મતબેન્કની ચિંતા હતી પણ ભાજપ વોટ બેન્કની રાજનીતિમાં નથી માનતો. ભાજપે ત્રિપલ તલાક સમાપ્ત કર્યું, આ દેશ સરિયાના આધારે નહીં ચાલી શકે. કોંગ્રેસ ઓબીસી મતદારોની વિરોધી છે.
ત્યારે ભાજપે બક્ષીપંચના સૌ લોકોને સમાનતાનો હક્ક આપ્યો છે. યુસીસીનો કાયદો આદિવાસીઓને અસર કરવાનો નથી. ઓબીસી એસ.સી અને એસ.ટીની અનામતને નાબૂદ કરવામાં નહીં આવે.