મોદી અને રાહુલના નિવેદન અંગે ECની નોટિસ

Wednesday 01st May 2024 06:26 EDT
 
 

ચૂંટણીપંચે પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર આપત્તી દર્શાવાતાં ગુરુવારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચૂંટણીપંચે આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને નોટિસ મોકલી જવાબની માગણી કરી છે.

• મણિપુરમાં ફરી હિંસાઃ CRPFના બે જવાન શહીદઃ લોકસભાની ચૂંટણીના એક દિવસ બાદ જ કુકી ઉગ્રવાદીઓએ નારાનસેના વિસ્તારમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે જવાનો શહીદ થયાં છે.

• ભારત આવતા જહાજ પર રાતા સમુદ્રમાં હુમલોઃ ભારત આવતા બાર્બાડોસનો ધ્વજ ધરાવતા બ્રિટિશ જહાજ પર રાતા સમુદ્રમાં શનિવારે મિસાઈલથી હુમલો થયો છે. આ હુમલાની જવાબદારી યમનના હુથી વિદ્રોહીઓએ સ્વીકારી છે.

• નીતિન ગડકરી મંચ પર બેભાન બનીને ઢળી પડ્યાઃ મહારાષ્ટ્રના યવતમાલમાં એક ભાષણ દરમિયાન ડાયાબિટીસના કારણે ચક્કર આવતાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આને કારણે અફરાતફરી મચી હતી અને હાજર લોકો તેમને બચાવવા દોડ્યા હતા. સ્ટેજ પર હાજર લોકોએ તેને તરત જ સંભાળી લીધા હતા અને તરત હોસ્પિટલ લઈ ગયા હતા.

• સંદેશખાલીમાં હથિયારોનો જંગી જથ્થો પકડાયોઃ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન સંદેશખાલી કેસમાં સીબીઆઈએ રાજ્યના ઘણા વિસ્તારોમાં શુક્રવારે દરોડા પાડયા હતા. આ દરોડાઓમાં સીબીઆઈએ પિસ્તોલ સહિતનાં ઘણાં દેશી-વિદેશી હથિયાર જપ્ત કર્યાં છે.

• સરકાર મજબૂર કરશે તો દેશ છોડવાની વ્હોટ્સએપની ધમકીઃ મેટાના આધિપત્યવાળી મેસેજિંગ એપ વોટ્સએપ અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરકારે કહ્યું છે કે, વોટ્સએપે મેસેજના સોર્સ બાબતે જણાવવું પડશે. આ મુદ્દે વ્હોટ્સએપે આ તેની પ્રાઇવસી પોલિસી વિરુદ્ધની બાબત છે.

• નેધરલેન્ડના પ્રધાને પ્રધાનમંત્રીનાં કામોની પ્રશંસા કરીઃ નેધરલેન્ડના વિદેશ વેપાર અને વિકાસ સહયોગ પ્રધાન લીજે શ્રેઇનમાકરે ભારતની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ભારત તેમના દેશ માટે એક મોટો ભૌગોલિક-રાજકીય ખેલાડી દેશ છે. મોદીએ કરેલાં કામો પ્રશંસાપાત્ર છે.

• અરુણાચલથી એક લાખ ચકમા શરણાર્થીને આસામ મોકલાશેઃ આસામમાં બીજા તબક્કાના મતદાનથી પહેલાં નવા મુદ્દાને લઇને રાજકીય ગરમી વધી ગઇ છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં રહેતા ચકમા અને હાજૉગ શરણાર્થીઓને ચૂંટણી બાદ સીએએ કાયદાની જોગવાઈઓ હેઠળ આસામમાં શિફ્ટ કરવામાં આવશે.

• ભારતીય પાસપોર્ટ બીજા ક્રમનો સૌથી સસ્તો પાસપોર્ટઃ ભારતીય પાસપોર્ટ વિશ્વભરના પાસપોર્ટમાં બીજા સૌથી સસ્તા પાસપોર્ટ તરીકે સ્થાન ધરાવે છે. તેનાથી સસ્તો પાસપોર્ટ યુએઈનો છે. 10 વર્ષના વેલિડિટી પિરિયડ ધરાવતા ભારતીય પાસપોર્ટ માટે 18.07 ડોલરનો ખર્ચ કરવો પડે છે.

• શ્રીલંકામાં ચીને બનાવેલા એરપોર્ટનું સંચાલન ભારત કરશે!: શ્રીલંકાના હંબનટોટા સ્થિત મટાલા રાજપક્ષે ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી ભારત અને રશિયાની કંપનીને આપવામાં આવી છે. આ નિર્ણયને ચીન માટે મોટો આંચકો માનવામાં આવે છે.

• મસ્ક ભારત યાત્રા રદ કરી અચાનક ચીન પહોંચ્યાઃ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક ભારતની યાત્રા સ્થગિત કર્યા પછી અચાનક ચીન પહોંચી જતાં અનેક અટકળો ચાલી રહી છે. મસ્ક 21 અને 22 એપ્રિલે ભારત આવવાના હતાં અને તે વડાપ્રધાન મોદીને મળવાના હતાં. જો કે તેમણે આ યાત્રા કરી દીધી હતી.

• શ્રીલંકાએ વધુ 24 ભારતીય માછીમારોને છોડ્યાઃ અગાઉ ભારતના પાંચ માછીમારોને મુક્ત કરીને પરત સ્વદેશ મોકલી અપાયા પછી શ્રીલંકાના ટાપુ-રાષ્ટ્રે, પોતાની જળસીમામાં માછીમારી કરતા પકડાયેલા વધુ 24 ભારતીય માછીમારોને શુક્રવારે ભારત રવાના કર્યા છે. જેઓ તેમના ઘરે પહોંચી ચૂક્યા છે.


comments powered by Disqus