એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા 1 કરોડને પારઃ બેગેજ ચેકઈન કાઉન્ટર 56 કરાશે

Wednesday 03rd April 2024 06:47 EDT
 
 

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને પગલે ડિપાર્ચર એરિયામાં વિસ્તરણની કામગીરી ચાલી રહી છે. એરપોર્ટ પર એક વર્ષમાં 88 હજારથી વધુ ફ્લાઇટની અવરજવર નોંધાવા સાથે પેસેન્જરોની સંખ્યા 1 કરોડને પાર કરી ગઈ છે. આગામી 6 મહિનામાં વિવિધ સુવિધાથી સજ્જ ટર્મિનલ પેસેન્જરો માટે ખુલ્લું મૂકી દેવાશે. એરપોર્ટ પર હાલના 25 ચેકઇન કાઉન્ટરને વધારી 56 કરી દેવાશે, જેથી પેસેન્જરોને લાંબી લાઈનમાં ઊભા નહીં રહેવું પડે. ચેકઇનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે.
એરપોર્ટે નાણાકીય વર્ષમાં સૌથી વધુ મુસાફરોને સેવા આપવાનો 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 14 ટકા અને એરક્રાફ્ટની મૂવમેન્ટમાં 7 ટકાનો વધારો થયો છે. હાલ એરપોર્ટ પરથી પ્રતિ દિન 245થી વધુ ફ્લાઇટની અવરજવરમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલના કુલ 32.150 પેસેન્જર નોંધાયા છે.
ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 4 નવા એરોબ્રિજ જુલાઈ સુધીમાં કાર્યરત્ થઈ જશે, જેથી ઇન્ટરનેશનલ ટુ ઇન્ટરનેશનલ ટ્રાન્સફર પેસેન્જરો સરળતાથી ફ્લાઈટ ચેન્જ કરી શકશે.


comments powered by Disqus