ગુજરાતની દરિયાઈ સરહદ પરથી વ્યાપક પ્રમાણમાં પકડાતા કેફી દ્રવ્યો અને પાકિસ્તાન તરફની હિલચાલ વચ્ચે કેન્દ્રના સંરક્ષણ સચિવ ગિરિધર અરમાણેએ ભારતીય તટરક્ષકના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રની મુલાકાત લીધી હતી અને ઓખા ખાતે હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તહેનાત હોવરક્રાફ્ટ દ્વારા સુરક્ષાદળો 50 જેટલા ટાપુની દેખરેખ રાખી રહ્યા છે.