જંગલો, દરિયાઈ ટાપુ અને પર્વત વિસ્તારમાં પણ ‘પોલિંગ બૂથ’ બન્યાં

Wednesday 03rd April 2024 06:47 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં એવરી વોટ કાઉન્ટન્ટ્સના અભિગમ સાથે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પરિવહનના અભાવે પહોંચવું મુશ્કેલ છે, ત્યાં પણ મતદાન કરવા માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે.
જે અંતર્ગત રાજ્યમાં 11 વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. રાજ્ય ચૂંટણીપંચે તૈયાર કરેલા આ બૂથમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ બોટમાં બેસીને બૂથ પર પહોંચે છે. ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં સંદેશાવ્યવહારનાં કોઈ સાધનો પહોંચતાં નથી, માત્ર વાયરલેસ સેટથી સંપર્ક થાય છે.
11 અતિવિશિષ્ટ મતદાન મથક
• બાણેજઃ ગીર સોમનાથના ઉનાનું બાણેજ પોલિંગ બૂથ એવું છે કે જ્યાં મહંત હરિદાસ નિવાસ કરે છે. તેઓ ભગવાન શંકરના પૂજારી છે. અહીં માત્ર એક મત માટે 2007થી મંદિરની નજીક ફોરેસ્ટ ઓફિસમાં બૂથ બનાવાયું છે.
• સાપ નેસ બિલિયાઃ ઉનામાં આવેલું આ બીજું મથક એવું છે કે જ્યાં ગીરની અંદર નાનો નેસ આવેલો છે, જેમાં 2007થી 23 પુરુષ અને 19 મહિલા મળીને કુલ 42 મતદાર માટે ખાસ તંબુમાં બૂથ ઊભું કરાય છે.
• માધુપુર-જાંબુરઃ ગીર સોમનાથના તલાલા મતવિસ્તારમાં આવેલી આ જગ્યાએ 14 અને 17મી સદી દરમિયાન ભારતમાં આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ રહે છે. 3515 મતદારો માટે આ જગ્યાએ મતદાન મથક ઊભું કરવામાં આવેલું છે.
• શિયાળબેટ ટાપુઃ અમરેલી જિલ્લામાં અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે. આ જગ્યાએ 832 મકાન છે. દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને ભૂમિ સાથે કોઈ જોડાણ નથી.
ચૂંટણી સાથે સંકળાયેલા 50 ઓફિસર અહીં પ્રવાસ કરે છે. આ ટાપુમાં 5048 મતદારો હોવાથી 5 બૂથ ઊભાં કરવામાં આવ્યાં છે.
• રાઠડા બેટઃ સંતરામપુરમાં આવેલો આ બેટ કડાણા ડેમના જળાશય વિસ્તારમાં છે, જ્યાં 381 પુરુષ અને 344 મહિલા મળીને કુલ 725 મતદાર છે. ચૂંટણીપંચે બેટ પર બૂથ બનાવ્યું છે. અહીં પહોંચવા પોલિંગ સ્ટાફ બોટ મારફતે મુસાફરી કરે છે.
• ચોપડીઃ ડેડિયાપાડામાં ગાઢ જંગલો અને આદિવાસી વસ્તી ધરાવતો ચોપડી પર્વતીય વિસ્તાર છે. માત્ર 134 મતદારો માટે અહીં બૂથ બનાવવામાં આવ્યું છે. પહાડી પ્રદેશો અને જંગલથી ઘેરાયેલી આ જગ્યા છે.
• સાતવિરડા નેસઃ પોરબંદરમાં બરડા પર્વતમાળાના જંગલ વિસ્તારમાં 3 મતદાન મથક ઊભાં કરાય છે, જ્યાં સાતવિરડા નેસમાં 883, ભૂખબરા નેસમાં 634 અને ખારાવીરા નેસમાં 787 મતદાર છે.
પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આ બૂથ હોવાથી વહીવટી તંત્ર દ્વારા એએમએફ અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારી કરાય છે.
• આલિયાબેટઃ ભરૂચના વાગરામાં આવેલી આ જગ્યાએ 136 પુરુષ અને 118 મહિલા મળીને કુલ 254 મતદાર માટે શિપિંગ કન્ટેન્ટરમાં બૂથ ઊભું કરવામાં આવે છે.
• અજાડ ટાપુઃ ખંભાળિયામાં આવેલી આ જગ્યા દરિયાકિનારાથી 10 કિલોમીટર દૂર છે. અહીં 40 મતદારો માટે તંબૂમાં બૂથ તૈયાર કરવામાં આવે છે.
• કિલેશ્વર નેસઃ ખંભાળિયામાં આવેલું આ સ્થળ બરડા પર્વતના ઊંડા જંગલમાં છે. 516 મતદાર માટે અહીં બૂથ ઊભું કરવામાં આવે છે. આ બૂથનો સંપર્ક કરવાનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે.
• કનકાઈઃ વિસાવદર મતવિસ્તારમાં ઊંડા જંગલ વિસ્તારમાં 121 મતદાર માટે મતદાનમથક ઊભું કરવામાં આવે છે. અહીં સંદેશાવ્યવહારનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે.
આ તમામ વિષમતાઓ ધરાવતા મતદાન મથક અંગે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યાં રાજ્ય અને દેશનાં અન્ય સ્થાનોની જેમ જ મતદાન થશે

ગાંધીનગરઃ ગુજરાતમાં એવરી વોટ કાઉન્ટન્ટ્સના અભિગમ સાથે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પરિવહનના અભાવે પહોંચવું મુશ્કેલ છે, ત્યાં પણ મતદાન કરવા માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે.જે અંતર્ગત રાજ્યમાં 11 વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. રાજ્ય ચૂંટણીપંચે તૈયાર કરેલા આ બૂથમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ બોટમાં બેસીને બૂથ પર પહોંચે છે. ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં સંદેશાવ્યવહારનાં કોઈ સાધનો પહોંચતાં નથી, માત્ર વાયરલેસ સેટથી સંપર્ક થાય છે.11 અતિવિશિષ્ટ મતદાન મથક• બાણેજઃ ગીર સોમનાથના ઉનાનું બાણેજ પોલિંગ બૂથ એવું છે કે જ્યાં મહંત હરિદાસ નિવાસ કરે છે. તેઓ ભગવાન શંકરના પૂજારી છે. અહીં માત્ર એક મત માટે 2007થી મંદિરની નજીક ફોરેસ્ટ ઓફિસમાં બૂથ બનાવાયું છે.• સાપ નેસ બિલિયાઃ ઉનામાં આવેલું આ બીજું મથક એવું છે કે જ્યાં ગીરની અંદર નાનો નેસ આવેલો છે, જેમાં 2007થી 23 પુરુષ અને 19 મહિલા મળીને કુલ 42 મતદાર માટે ખાસ તંબુમાં બૂથ ઊભું કરાય છે.• માધુપુર-જાંબુરઃ ગીર સોમનાથના તલાલા મતવિસ્તારમાં આવેલી આ જગ્યાએ 14 અને 17મી સદી દરમિયાન ભારતમાં આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ રહે છે. 3515 મતદારો માટે આ જગ્યાએ મતદાન મથક ઊભું કરવામાં આવેલું છે. • શિયાળબેટ ટાપુઃ અમરેલી જિલ્લામાં અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે. આ જગ્યાએ 832 મકાન છે. દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. ચૂંટણી સાથે સંકળાયેલા 50 ઓફિસર અહીં પ્રવાસ કરે છે. આ ટાપુમાં 5048 મતદારો હોવાથી 5 બૂથ ઊભાં કરવામાં આવ્યાં છે.• રાઠડા બેટઃ સંતરામપુરમાં આવેલો આ બેટ કડાણા ડેમના જળાશય વિસ્તારમાં છે, જ્યાં 381 પુરુષ અને 344 મહિલા મળીને કુલ 725 મતદાર છે. ચૂંટણીપંચે બેટ પર બૂથ બનાવ્યું છે. અહીં પહોંચવા પોલિંગ સ્ટાફ બોટ મારફતે મુસાફરી કરે છે. • ચોપડીઃ ડેડિયાપાડામાં ગાઢ જંગલો અને આદિવાસી વસ્તી ધરાવતો ચોપડી પર્વતીય વિસ્તાર છે. માત્ર 134 મતદારો માટે અહીં બૂથ બનાવવામાં આવ્યું છે. પહાડી પ્રદેશો અને જંગલથી ઘેરાયેલી આ જગ્યા છે.• સાતવિરડા નેસઃ પોરબંદરમાં બરડા પર્વતમાળાના જંગલ વિસ્તારમાં 3 મતદાન મથક ઊભાં કરાય છે, જ્યાં સાતવિરડા નેસમાં 883, ભૂખબરા નેસમાં 634 અને ખારાવીરા નેસમાં 787 મતદાર છે. પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આ બૂથ હોવાથી વહીવટી તંત્ર દ્વારા એએમએફ અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારી કરાય છે. • આલિયાબેટઃ ભરૂચના વાગરામાં આવેલી આ જગ્યાએ 136 પુરુષ અને 118 મહિલા મળીને કુલ 254 મતદાર માટે શિપિંગ કન્ટેન્ટરમાં બૂથ ઊભું કરવામાં આવે છે.• અજાડ ટાપુઃ ખંભાળિયામાં આવેલી આ જગ્યા દરિયાકિનારાથી 10 કિલોમીટર દૂર છે. અહીં 40 મતદારો માટે તંબૂમાં બૂથ તૈયાર કરવામાં આવે છે.• કિલેશ્વર નેસઃ ખંભાળિયામાં આવેલું આ સ્થળ બરડા પર્વતના ઊંડા જંગલમાં છે. 516 મતદાર માટે અહીં બૂથ ઊભું કરવામાં આવે છે. આ બૂથનો સંપર્ક કરવાનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે.• કનકાઈઃ વિસાવદર મતવિસ્તારમાં ઊંડા જંગલ વિસ્તારમાં 121 મતદાર માટે મતદાનમથક ઊભું કરવામાં આવે છે. અહીં સંદેશાવ્યવહારનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે.આ તમામ વિષમતાઓ ધરાવતા મતદાન મથક અંગે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યાં રાજ્ય અને દેશનાં અન્ય સ્થાનોની જેમ જ મતદાન થશે


comments powered by Disqus