અમરેલીઃ વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયાની સીમમાં વિચિત્ર ભૂસ્તરીય ઘટના બની હતી, જેમાં અહીં સરકારી પડતર જમીનમાં અચાનક કાણાં પડી ગયાં હતાં અને તેમાંથી લાવા જેવો પદાર્થ ઊડ્યો હતો. આ પદાર્થ જ્યાં પડ્યો ત્યાં પણ જમીનમાં ઉતરી ગયો હતો. ભેદી ઘટનાને પગલે તંત્ર અહી દોડ્યું હતું અને જરૂરી નમૂના એકત્ર કર્યા હતા.
જમીનમાં ધડાકાની સાથે બહાર નીકળેલો કાળા રંગનો આ પદાર્થ કાચ જેવો તીક્ષ્ણ છે, જેને હાથ લગાવવાથી બ્લેડની માફક હાથમાં બેસી જઈ ઇજા પહોંચાડે છે, જેનાથી સ્થાનિક લોકોમાં વધુ કુતૂહલ ફેલાયું છે.