પેરિસમાં યુનેસ્કો આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના ગરબાને ગ્લોબલ હેરિટેજના સ્ટેટ્સનું સર્ટિફિકેટ એનાયત થયું. યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઓડ્રે એજોલએ આ સન્માન ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને સોંપ્યું હતું. ગરબાના જીવંત નૃત્ય સ્વરૂપને યુનેસ્કોએ અધિકૃત રીતે માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા અર્થાત હેરિટેજ તરીકે માન્યતા આપતાં પેરિસમાં વસતા ત્રણેક હજારથી વધારે ગુજરાતીઓએ ગરબા ગાઈને ભવ્ય ઉજવણી કરી હતી.