અમદાવાદઃ રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે. 3 મહિનામાં 630 કેસ સામે આવ્યા, જેમાંથી 15 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં 630 કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી 15 લોકોનાં મૃત્યુ થયાં છે, તેમજ રાજ્યમાં હાલ 135 દર્દીઓ સારવાર હેઠળ છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 322 કેસ નોંધાયા છે. 135 પૈકી 59 દર્દી અમદાવાદમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચના બહાર પાડી છે.