ગુજરાતમાં સતત બે ટર્મથી 26 લોકસભા બેઠકો જીતતા રહેલા ભાજપનું આ વખતે પણ ક્લિનસ્વીપ કરીને હેટ્રિક મેળવવાનું સપનું કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે રોળી નાંખ્યું છે. ક્ષત્રિય આંદોલનના આક્રોશ છતાં ગુજરાતની 25 બેઠક પર ઘણું સારું પ્રદર્શન કરનારા ભાજપે આ વખતે બનાસકાંઠા બેઠક હારનો કડવો ઘુંટળો ગળવો પડ્યો છે. રાજ્યમાં આ એકમાત્ર બેઠક એવી હતી, જ્યાં કોંગ્રેસ અને ભાજપનાં મહિલા ઉમેદવારોની સીધી ટક્કર હતી. મતગણતરીના છેલ્લા તબક્કા સુધી બહુ નજીવા અંતર સાથે બંને વચ્ચે ભારે રસાકસી સર્જાઈ હતી. જો કે છેલ્લે કોંગ્રેસના તેજતર્રાર નેતા ગેનીબહેનનો વિજય થયો હતો.લોકસભા ચૂંટણી પહેલાં જ ભાજપે સુરતની બેઠક બિનહરીફ જીતી લીધી હતી.