ચાની લારીવાળાને રૂ. 49 કરોડની આઇટી નોટિસ

Wednesday 05th June 2024 05:11 EDT
 
 

પાટણઃ પાટણ માર્કેટ યાર્ડમાં ચાની કીટલી ધરાવતા ખેમરાજ દવેને ઇન્કમટેક્સ વિભાગે રૂ. 49 કરોડનો ટેક્સ -પેનલ્ટી ભરવા નોટિસ ઇશ્યૂ કરી છે. જેને લઈ ચાની કીટલી ચલાવનારી વ્યક્તિના હોશ ઊડી ગયા છે. આ અંગે ચાની કીટલી ચલાવતી વ્યક્તિ દ્વારા બે ઇસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
ખેમરાજના ડોક્યુમેન્ટ પર બે શખ્સો દ્વારા બેન્ક ખાતાં ખોલાવી કરોડોની લેવડદેવડ કરી હતી, જેના ભાગરૂપે આઇટી વિભાગ દ્વારા નોટિસ બજાવવામાં આવી હતી.


comments powered by Disqus