બેંગલુરુઃ કર્ણાટક સેક્સ સ્કેન્ડલના આરોપી અને જેડીએસના નિલંબિત સાંસદ પ્રજ્વલ રેવન્નાની જર્મનીથી પરત ફરતા જ ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. લુકઆઉટ નોટિસ જારી થવાને કારણે એરપોર્ટ પર પહોંચતાની સાથે જ ઈમિગ્રેશન અધિકારીઓએ પ્રજ્વલને ઝડપી કર્ણાટક પોલીસને સોંપ્યો હતો. એસઆઇટી વતી આઇપીએસ અધિકારી સુમન પેનેકર અને સીમા લાટકરની આગેવાની હેઠળની મહિલા ટીમે પ્રજ્વલની ધરપકડ કરીને જીપમાં સીઆઈડી ઓફિસ લઈ ગઈ હતી. ગાડીમાં માત્ર મહિલા અધિકારીઓ હતી.