કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ બેઠક પર મોટો ઊલટફેર જોવા મળ્યો છે. અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ જાયન્ટ કિલર સાબિત થયા છે. જ્યારે દાદરા નગર હવેલી બેઠક પાર્ટી બદલ્યા બાદ પણ કલાબહેન ડેલકર 57,584 મતની લીડથી બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યાં છે.