લાહોર: પાકિસ્તાને પીઓકેને લઈને પોતાની જ પોલ ખોલી નાખી છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં સરકારી વકીલના દાવા બાદ આ હકીકત સામે આવી છે.
સરકારી વકીલે એક કેસ દરમિયાન, જણાવ્યું કે, આરોપીને ઈસ્લામાબાદ કોર્ટમાં રજૂ કરી શકાય નહીં કારણકે, આઝાદ કાશ્મીર વિદેશી ક્ષેત્ર છે. એક રિપોર્ટ મુજબ, ફેડરલ પ્રોસિક્યૂટર જનરલ ઈસ્લામાબાદથી અપહરણ કરવામાં આવેલા કવિ અહમદ ફરહાદને લઈને સરકારનો બચાવ કરી રહ્યાં હતાં. ત્યારે, તેમણે જણાવ્યું કે, આરોપી આઝાદ કાશ્મીરમાં 2 જૂન સુધી રિમાન્ડ પર રહેશે અને તેને ઈસ્લામાબાદ કોર્ટમાં રજૂ કરી શકાશે નહીં કારણકે, આઝાદ કાશ્મીર તેમનું નહીં પરંતુ વિદેશી ક્ષેત્ર છે.
સરકારી વકીલના દાવા પર ઈસ્લામાબાદ હાઈકોર્ટે સામે પ્રશ્ન કર્યો કે, જો આઝાદ કાશ્મીર વિદેશી ક્ષેત્ર છે, તો ત્યાં પાકિસ્તાની રેન્જર્સ શું કરી રહ્યાં છે ? બીજી તરફ, સરકારી વકીલના આ નિખાલસ એકરાર બાદ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ છેડાઈ ગયું છે.