નવી દિલ્હીઃ માલદીવે પોતાના દેશમાં ઈઝરાયેલના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મોઇઝુ સરકારના આ નિર્ણયનો જવાબ આપતાં ઇઝરાયેલે પોતાના નાગરિકોને માલદીવ નહીં જવાની સલાહ આપી છે. જ્યારે ભારતમાંના ઇઝરાયેલના દૂતાવાસે પોતાના દેશના લોકોને માલદીવના બદલે ભારત આવવાની અપીલ કરી છે. ઈઝરાયેલી દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને ભારતનાં સુંદર સમુદ્રતટો ધરાવતાં પર્યટન સ્થળોની સૂચિ પર મૂકી છે.