મહેસાણાઃ ગુજરાતમાં પાટીદાર સમાજે દીકરીઓને સર્વાઇકલ (ગર્ભાશયના મુખના) કેન્સરથી બચાવવા અભિયાન ઉપાડ્યું છે. સમાજની અપરિણીત દીકરીઓને ભવિષ્યમાં ગર્ભાશયના કેન્સરથી બચાવવા રસી આપી સુરક્ષિત કરવામાં આવી રહી છે. 7 મહિના પહેલાં પાટણના સંડેરમાં ખોડલધામના ભૂમિપૂજન પ્રસંગે ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ આપતી ચર્ચા કરી હતી, જેને ગંભીરતાથી લઈ ઉત્તર ગુજરાતના વિવિધ પાટીદાર સમાજોએ દાતાઓના સહયોગથી ઉપાડેલા અભિયાનમાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. 80 લાખથી વધુના ખર્ચે 2000થી વધુ દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે.
સર્વાઇકલ કેન્સર વિરોધી રસીથી ખતરો 98% ઓછો કરી શકાય છે ડોક્ટર્સના જણાવ્યા મુજબ સ્તન કેન્સર બાદ ફક્ત સર્વાઇકલ કેન્સર જ એવું છે, જેને અટકાવી શકાય અથવા રોકી શકાય છે.