મહિલાઓ આકર્ષક લુક માટે ચહેરાની સાથે સાથે હાથ અને પગનું પણ ધ્યાન રાખે છે. હાથની સુંદરતા વધારવા માટે આજકાલ યુવતીઓમાં નેઇલ એક્સટેન્શનનો ટ્રેન્ડ છે. યુવતીઓ આંગળીઓને આકર્ષક બનાવવા નેઇલ એક્સટેન્શન કરાવી રહી છે. એનાથી નખ એટ્રેક્ટિવ તો લાગે જ છે સાથે સાથે ઓવરઓલ લુક પણ હટકે દેખાય છે. આજે આપણે નેઇલ એક્સટેન્શનના ફાયદા અને નુકસાન વિશે જાણીએ.
નેઇલ એક્સટેન્શન શું છે?
આંગળીઓને સરસ મજાની રંગબેરંગી બનાવવામાં નેઇલ એક્સટેન્શન મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણી યુવતીઓને નખ વધતાં ન હોવાની ફરિયાદ સતત રહેતી હોય છે. આવી યુવતીઓ નેઇલ એક્સટેન્શન દ્વારા નેઇલને લાંબા બનાવી શકે છે. તેથી યંગ જનરેશનમાં આજકાલ નેઇલ એક્સટેન્શન ચર્ચામાં છે. નેઇલ એક્સટેન્શનમાં અસલી નખ પર એક્રેલિક નેઇલને ચોંટાડવામાં આવે છે. એ પછી નેઇલને શેપ આપવામાં આવે છે. આ પરમેનન્ટ નેઇલ એક્સટેન્શન હોય છે એટલે કે થોડા દિવસો સુધી ટકે છે. નેઇલ એક્સટેન્શનમાં પ્લાસ્ટિક અને લાઇટ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લેટોને અસલી નખ પર ગ્લૂની મદદથી ચોંટાડવામાં આવે છે. એ પછી શેપ આપવામાં આવે છે. પ્લેટને ચોંટાડ્યા પછી ફાઇબર ગ્લાસ, જેલ કોટિંગથી નખને મજબૂત અને શાઇની બનાવવામાં આવે છે. નેઇલ એક્સટેન્શનથી આર્ટિફિશિયલ નેઇલ્સને ટ્રેન્ડી અને ડિફરન્ટ બનાવવામાં આવે છે. નેઇલ એક્સટેન્શન દરમિયાન નેઇલ પર સ્ટોન, શિમરી અને સુંદર નેઇલ કલર લગાવવામાં આવે છે.
અસલી નખને નુકસાન
નેઇલ એક્સટેન્શનની સૌથી મોટી સાઇડ ઇફેક્ટ એ થાય છે કે મૂળ નખ પાતળા થઇ જાય છે. નેઇલ એક્સટેન્શન દરમિયાન કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. એને કારણે નખની થિકનેસ ઘટી જાય છે. નેઇલ એક્સટેન્શન દરમિયાન ફોટો ટોક્સિસિટીનો ઉપયોગ કરવામાં આવે છે, જે આંખ માટે નુકસાનકારક છે.
નેચરલ શાઇન ઘટી જાય
નેઇલ એક્સટેન્શન દરમિયાન અસલી નખને ફાઇન કરવાની જરૂર પડે છે. એનાથી મૂળ નખ નબળા, તેજહીન અને શુષ્ક થઇ જાય છે. નેઇલ એક્સટેન્શન કરવાથી નખની નેચરલ શાઇન ઘટી જાય છે. તમે પણ શોખ માટે નેઇલ એક્સટેન્શન કરાવવાનું વિચારી રહ્યાં હો તો એક વખત નેઇલ એક્સટેન્શનની સાઇડ ઇફેક્ટ વિશે જાણી લેવું જોઇએ.
કામ કરવામાં તકલીફ
યુવતીઓ ફેસ્ટિવ અથવા મેરેજ સિઝનમાં નખને સુંદર લુક આપવા નેઇલ એક્સટેન્શન કરાવતી હોય છે, પરંતુ નેઇલ એક્સટેન્શન કરાવ્યા પછી ઘરનું કામ કરવામાં તકલીફ પડે છે. લાંબા અને મોટા નેઇલ્સને કારણે ટાઇપિંગ કરવામાં પણ તકલીફ પડે છે.
ખર્ચની વાત કરીએ તો, અન્ય બ્યુટી ટ્રિટમેન્ટની સરખામણીએ નેઇલ એક્સટેન્શન પ્રમાણમાં ઘણું મોંઘું છે. વળી, નેઇલ એક્સટેન્શન કરાવ્યાં પછી તેની સારસંભાળમાં ઘણી સાવધાની રાખવી પડે છે. નાણાં ખર્ચવા છતાં નેઇલ એક્સટેન્શન ચારથી પાંચ અઠવાડિયાં સુધી જ ચાલે છે.