યુવતીઓની સુંદરતામાં જ્વેલરી ચાર ચાંદ લગાવી દે છે. ગોલ્ડથી લઇને ડાયમંડ અને કુંદન જેવી અનેક કિંમતી જ્વેલરી બજારમાં ઉપલબ્ધ છે. ગોલ્ડન જ્વેલરી સામાન્ય રીતે યુવતીઓની હોટ ફેવરિટ છે. આમ છતાં આજકાલ સામાન્યથી લઇને ખાસ લોકો માટે માર્કેટમાં આર્ટિફિશિયલ જ્વેલરી ઇન ડિમાન્ડ છે. આર્ટિફિશિયલ જ્વેલરીની જ એક વેરાઇટી છે સિલ્વર જ્વેલરી. જે સિલ્વર કલરની હોય છે. દેખાવમાં સુંદર હોવાની સાથે એ ઘણી એટ્રેક્ટિવ દેખાય છે. તેને કોલેજથી માંડી નાનામોટા પ્રસંગોમાં પહેરી અનોખો લુક મેળવી શકો છો. ઘણી વખત યુવતીઓને સમજ નથી પડતી કે કેવા પ્રકારની જ્વેલરીને સ્ટાઇલ કરવી અથવા તો સિલ્વર જ્વેલરીને કેવા પ્રકારના આઉટફિટ સાથે મેચ કરવી એ અંગે કન્ફ્યૂઝ હોય છે. જેમ કે, તમે માર્કેટમાંથી સિલ્વર નેકપીસ કે એરિંગ્સ લઇ આવ્યાં છો, પરંતુ તેને કયાં આઉટફિટ સાથે મેચ કરી પરફેક્ટ લુક મેળવવો એ સમજાતું નથી. તો આ ટિપ્સ તમને મદદરૂપ થશે. સિલ્વર જ્વેલરીને કેર કરવા માટે બસ થોડું ધ્યાન આપવાની જરૂર છે. પછી જુઓ તમારો સુંદર લુક.
• કુરતા સાથેઃ ઇન્ડો-વેસ્ટર્નથી લઇને દેશી લુક દરેક સાથે તેને પેર કરી શકાય છે. જેને તમે કુરતા સાથે સિલ્વર સ્ટડને મેચ કરી શકો છો. લાઇટ શેડના સિલ્ક પેટર્નવાળા કુરતાની સાથે આ પ્રકારની જ્વેલરીને મેચ કરી શકાય છે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે કુરતામાં ગોલ્ડન એમ્બ્રોઇડરી ન હોય. નહીં તો મિસમેચ થશે અને ખરાબ દેખાશે. તમારો લુક બગડી જશે. એથનિક વેર સાથે તમે સિલ્વર જ્વેલરી પેર કરી શકો છો.
• સફેદ આઉટફિટ સાથેઃ સફેદ રંગના આઉટફિટ સાથે તમે તમારી મનગમતી સ્ટાઇલ કરી શકો છો. આ રંગનાં કપડાંમાં અનેક વેરાઇટી ઉપલબ્ધ છે. તેને સ્ટાઇલિંગથી સુંદર બનાવી શકાય છે. સફેદની સાથે સિલ્વર કલરની એક્સેસરી ખૂબ સુંદર લાગી શકે છે. ફંકી સ્ટાઇલના નેકપીસને તમે સફેદ કુરતાની સાથે મેચ કરી શકો છો. તમે અવસર અનુસાર સિલ્વર જ્વેલરીની સાથે બ્રેસલેટ સામેલ કરી શકો છો.
• વેસ્ટન વેર સાથેઃ વેસ્ટર્ન વેર સાથે પણ સિલ્વર જ્વેલરીનો એક્સપેરિમેન્ટ કરી શકાય છે. શોર્ટ્સ અને ટોપની સાથે સિલ્વર ચોકરને ટ્રાય કરી શકો છો. ચોકર પહેરીને હેવી લુક ન જોઇતો હોય તો સિંગલ નેકપીસ પહેરો. શોર્ટ્સની સાથે સિલ્વર એરિંગ્સ, નેકપીસ અને બ્રેસલેટ આકર્ષક લાગે છે. આ રીતે તમે વેસ્ટર્ન આઉટફિટને પણ કૂલ લુક આપી શકો છો.
એક સમય હતો કે સિલ્વર જ્વેલરીમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી જ ડિઝાઇન જોવા મળતી હતી. હવે સિલ્વર જ્વેલરીમાં અગણિત અને અદ્ભુત ડિઝાઇન જોવા મળે છે. રોયલ લુક આપતી સિલ્વર જ્વેલરીને ટ્રાય કરી તમે બધાથી આગવી ઇમેજ ઉભી કરી શકો છો.