સૂરજનાં કિરણો ઉનાળામાં આકરા બને છે ત્યારે સ્કિન અને સ્વાસ્થય પર માઠી અસર જન્માવે છે. ટ્રોપિકલ કન્ટ્રીઝ એટલે કે વિષુવવૃતની આસપાસના દેશો (જેમ કે ભારત)માં તો લગભગ બારેય મહિના સૂર્યનાં કિરણો સીધા અને આકરા હોય છે, જેમાંના અલ્ટ્રાવાયોલેટ રેઝ સ્કિનને ઘણું નુકસાન પહોંચાડે છે. આ સ્થિતિ ટાળવા માટે ઉનાળામાં સ્કિનની થોડી વધુ કાળજી લેવી જરૂરી છે. અને આ માટે સનસ્ક્રીન ઉપયોગી સાબિત થશે.
ઉનાળામાં સન ટેનિંગની સમસ્યા બહુ જ કોમન છે. ટેનિંગથી ત્વચા ડાર્ક અને રફ તો બને છે પણ ઘણી વાર ત્વચાને કાયમી નુકસાન પણ પહોંચે છે. આવું ન બને તે માટે જ્યારે પણ બહાર નીકળવાનું થાય ત્યારે સારી ક્વોલિટીનું સનસ્ક્રીન અવશ્ય લગાવો. ખુલ્લામાં નીકળવાની ઓછામાં ઓછી ૨૦ મિનિટ પહેલા શરીરનાં બધા જ ખુલ્લા ભાગો જેમ કે ચહેરો, ગરદન, હાથ, પગ વગેરે પર સનસ્ક્રીન લગાવો. જો સનસ્ક્રીન અનુકૂળ ન આવતું હોય તો કેલેમાઇન લોશન પણ વાપરી શકાય. દરિયાકિનારે કે સ્નોપિક્સ ધરાવતાં હિલ સ્ટેશન પણ ફરવા જાઓ ત્યારે સનસ્ક્રીન અવશ્ય લગાવો કારણ કે દરિયાની રેતીમાં સિલિકા હોય છે. જેના પરથી સૂર્યના કિરણો પરાવર્તિત થાય છે. તે જ રીતે સ્નો પરથી પણ કિરણો રિફલેક્ટ થતાં હોય છે. રિફ્લેક્ટેડ લાઇટ સ્કિનને નુકસાન પહોંચાડે છે અને તેનાથી સનબર્ન પણ થઇ શકે છે. દરેક સનસ્ક્રીન એ સન પ્રોટેકશન ફેક્ટર ધરાવતું હોય છે.
સનસ્ક્રીનની અસરકારકતાં તમે ક્યાં રહો છો, તમે દિવસના કેટલા કલાકો દરમિયાન સૂર્યપ્રકાશમાં રહો છો, સનસ્ક્રીન ઘણાં ફોર્મમાં મળે છે જેમ કે ક્રીમ, લોશન, સ્પ્રે, જેલ, ઓઇન્ટમેન્ટ વગેરે. ડ્રાય સ્કિન માટે ક્રીમ બેઝ્ડ સનસ્ક્રીન સારું છે. ઓઇલી સ્ક્રિન માટે જેલ કે લોશન વધુ અનુકૂળ છે. આ બાબતો ચકાસીને યોગ્ય સનસ્ક્રીનની પસંદગી કરવી જોઇએ.