સામગ્રીઃ સમારેલું મિક્સ ડ્રાયક્રૂટ (કાજુ-બદામ-પિસ્તા-અખરોટ) – પોણો કપ • ખાંડ - અડધો કપ • રોઝ એસેન્સ - 2 ટીપાં • ઇલાયચી પાઉડર – પા ચમચી • ખસખસ - 1 ચમચી
રીતઃ પ્લેટફોર્મ સાફ કરીને થોડું ઘી લગાડી દો. વેલણ પર પણ ઇલાયચી પાઉડર અને રોઝ એસેન્સ લગાવીને બરાબર મિક્સ કરી લો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખાંડ ઉમેરો. સતત હલાવો. ખાંડ એકદમ ઓગળી જાય પછી ડ્રાયક્રૂટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે પ્લેટફોર્મ પર ઘી લગાવેલી જગ્યાએ ગરમાગરમ મિશ્રણને ઉતારો. બંને હાથથી એકસરખો ગોળો કરી વેલણથી જલ્દી વણી લો. મિશ્રણ જ્યાં સુધી ફેલાય ત્યાં સુધી એકદમ પાતળું વણવું. ચિક્કી તરત ઠંડી થવા લાગશે. ચિક્કી ઠંડી થતાં ક્રિસ્પી થશે. ચીકી થોડીક નરમ હોય ત્યારે જ છરીથી તેના પર કાપા પાડી લેવાં. જેથી ઠંડી પડ્યા બાદ વ્યવસ્થિત ટુકડાઓ થશે. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ચિક્કી. આ ચિક્કીને એર ટાઇમ ડબ્બામાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.